મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટીના મકાનમાંથી પાંચ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ શરૂ


SHARE







મોરબીની સુમતીનાથ સોસાયટીના મકાનમાંથી પાંચ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ શરૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટીના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૮૭૫ ની કિંમતો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જોકે, ઘરધણી ઘરે હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જલાભાઇ ગઢવીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.જોકે પોલીસે દારૂની રેડ કરી ત્યારે ઘરધણી હરેશભાઈ જલાભાઇ ગઢવી ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


વૃદ્ધ સારવારમાં

મોરબીના શનાળા ગામ નજીક આવેલ ગોકળદાસ પ્રાગજી જીન નજીક મોર ભગતની વાડીમાં રહેતા ગોવિંદભાઈ ભાણજીભાઈ કણજારિયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ શહેરના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ પાસેથી જતા હતા ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી ગોવિંદભાઈ કંજારીયાને ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો ઉત્તમ ધીરૂભાઈ મજેઠીયા (૨૧) નામનો યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપરથી બાઇકમાં જતો હતો ત્યારે ટંકારા તાલુકાના રતનપર ગામ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ઉત્તમ મજેઠીયાને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.






Latest News