મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૨.૭૦ લાખનો દારૂ મંગાવનાર બુટલેગરની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE







મોરબીમાં ૩૨.૭૦ લાખનો દારૂ મંગાવનાર બુટલેગરની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ મંગાવનારા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના શનાળા ગામથી રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો મળી આવી હતી જેથી ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા તથા એક મજૂરની તે સમયે સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને દારૂ મંગાવનાર અને મોકલાવનાર સહિતનાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આ કેસની તપાસ એલસીબીના પીએસઆઈ એન.એચચુડાસમા દ્વારા અગાઉ મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ સપ્લાય કરનારા રાવતરામ ચેતનરામ કુકણા જાતે જાટ તેમજ ગોડાઉનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી આમ કુલ મળીને ચાર આરોપી આ ગુનામાં પકડાયા હતા ત્યાર બાદ હાલમાં પોલીસે આરોપી મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા (૩૦) મૂળ ભીમકટા અને હાલ શનાળા વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News