વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપરમાં યુવાન ઉપર હુમલો થતાં ગ્રામજનો-વિહિપ લાલઘૂમ: કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબીના જેતપરમાં યુવાન ઉપર હુમલો થતાં ગ્રામજનો-વિહિપ લાલઘૂમ: કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીના જેતપર ગામે યુવાન ઉપર નજીવી વાતમાં છરી અને ધોકા વડે હુમલા કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યાર બાદ જેતપરના ગ્રામજનો અને મોરબી વિહિપ દ્વારા કલેકટર અને એસપીને આવેદન પત્ર આપીને આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના જેતપર ગામે પટેલ યુવાન ઉપર નજીવી વાતમાં હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને જેતપર ગ્રામ પંચાયત તથા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં ગ્રામજનોએ કલેકટર અને એસપીને આવેદન આપ્યું હતુ અને યુવાન ઉપર હુમલો કરનારા આરોપીઓ નદીમાંથી ખનીજ ચોરી કરીને ગામમાં ગેરકાયદે પેશકદમી કરી રહ્યા છે તેમજ આ શખ્સો હુમલા કરવાની ટેવવાળા છે. તેમજ આ શખ્સોએ જાહેર જગ્યાએ આંગણવાડી પાસે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન ખડકીને ભાડે આપી છે. આ શખ્સોએ નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરી ખેડૂતોને જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. જેથી કરીને યુવાન ઉપર હુમલો કરનારા શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

વિહિપની રજૂઆત

મોરબીના જેતપરમાં કરવામાં આવેલ હુમલાના પગલે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માથાભારે તત્વોની છાપ ધરાવતા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે જેથી કરીને આ શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી વિહિપ દ્વારા પણ માંગ કરવામાં આવી છે




Latest News