વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ખોખરા હનુમાનજી મંદિર સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી


SHARE









રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ખોખરા હનુમાનજી મંદિર સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી મંદિર હરીહર ધામ ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજીના ચરણોમાં વંદન કરી પોતાને ભાગ્યશાળી ગણાવતા જણાવ્યું હતું કે, અહીં ખોખરા હનુમાનજી મંદિર ખાતે ધર્મના પ્રચાર તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે એક નવી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ પ્રભાવશાળી જગ્યા પર દિવ્ય અનુભૂતિ થાય છે આ પ્રસંગે ખોખરા હનુમાનજી મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સારશ્વત સર્વની ઉપસ્થિતિમાં મંદિરના પટાંગણમાં વિશાળ સભાખંડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, સારશ્વત સર્વ કૌશિકભાઇ વ્યાસ, કથાકાર જીગ્નેશ દાદા, ગૌતમ શાસ્ત્રી, હરેશ શાસ્ત્રી, ધનંજય શાસ્ત્રી તથા વિવિધ સારશ્વત, કથાકારો, સંતો-મહંતો તેમજ ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

લશ્કરી ભરતી રેલીમાં ઉપસ્થિત રહેવા ૩ સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવુ

ભારતીય  સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નીવીર સોલ્જર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર ક્લાર્ક/SKT, અગ્નિવીર સોલ્જર ટ્રેડ-મેન તમામ ટ્રેડ, વગેરે) પર ભરતી કરવા માટે આગામી તા. ૨૦/૧૦/૨૦૨૨ થી તા. ૧૨/૧૧/૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિર્વસિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે  ઇન્ડિયન આર્મીની વેબસાઇટ www.joinindianarmy.inc.in  પર ફરજિયાત રજીસ્ટ્રેશન  કરાવવાનું રહે છે. જેથી  ભારતીય સેનામાં  જોડાવા  માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક ઓનલાઇન  રજીસ્ટ્રેશન તા. ૦૩/૦૯/૨૦૨૨ સુધીમાં કરાવવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે




Latest News