મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ વરસાદી પાણી ભરાતા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે કર્યો પાલિકા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ


SHARE







મોરબીની અવની ચોકડીએ વરસાદી પાણી ભરાતા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે કર્યો પાલિકા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી પાસેથી અવની રોડ થઈને મેઘાણી સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર વરસાદે વિરામ લીધાના કલાકો પછી પણ નદીની જેમ વરસાદી પાણીનું વહેણ જતું હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ગઇકાલે સાંજથી આજે સવાર સુધીમાં મોરબીના સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેથી કરીને વરસાદી પાણી રાબેતા મુજબ અવનિ ચોકડીએ ભરાઈ ગયા છે જેથી કરીને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયાએ મોરબી પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ ઉપર ભ્રષ્ટાચરનો આક્ષેપ કરેલ છે અને કહ્યું છે કે, અવની ચોકડી પાસે લોકોને વરસાદી પાણી ભરાઈ જવાના લીધે હાલાકીનો  સામનો કરવો પડી રહ્યો છે આ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પાલિકામાં અત્યાર સુધીમાં ઘણી વખત રકમ મંજૂર કરવામાં આવી છે જો કે, તે રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી વર્ષો જૂનો પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે અને પાલિકા તંત્રની બેદરકારીને કારણે વરસાદે વિરામ લઈ લીધાના કલાકો પછી પણ નદીની જેમ રસ્તા ઉપરથી વરસાદી પાણી નીકળે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News