મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને મહિલા સભ્યના પતિ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ તલવાર, પાઇપ અને ધોકા વડે માર માર્યો


SHARE







મોરબી નજીકના રવાપર ગામે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં મહિલા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ મહિલાના પતિને ચૂંટણીની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો છે અને આ મારામારીના બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ રવાપર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઇ જારીયા જાતે આહિર (ઉંમર ૪૫) એ હાલમાં અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા અને સતિષભાઈ રમેશભાઈ ચાવડા રહે તમામ રવાપર ગામ વાળાની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પત્ની ભારતીબેન રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તે ચૂંટાઈ આવેલ છે જે બાબતની જૂની અદાવત રાખીને અજય પ્રભાતભાઈ ચાવડાએ તલવાર વડે હુમલો કર્યો હતો અને તેને ડાબા હાથે તેમજ સાહેદને જમણા કાનના ભાગે ઇજા કરી હતી તો પ્રદીપભાઈએ પાઇપ વડે અને સતિષભાઈએ ધોકા વડે માર્યો હતો આમ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી ભીખાભાઈ જારીયા તથા સાહેદને માર મારીને ગાળો આપી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ભીખાભાઈ જારીયા સહિત બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભીખાભાઈ આપાભાઈ જારીયાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News