મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે બાળકીને રાખવા બાબતે ઝગડો થતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી..!


SHARE







મોરબીના નાની વાવડી ગામે બાળકીને રાખવા બાબતે ઝગડો થતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી..!

મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર નાની વાવડી ગામે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા દિલાવર વસાવરના પત્ની મુન્નીબેન (૨૦) મોરબી નજીકના નાનીવાવડી ગામે હકાભાઇની વાડીએ હતા ત્યારે તે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી હાલમાં મોરબી તાલુકો પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરી છે તે સાસુ સસરા સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી.ડાંગર તેમજ અજીતસિંહ પરમારે તપાસ ચલાવતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, મુન્નીબેનની બે માસની બાળકી રડતી હોય અને તેઓ કામકાજ કરતા હોય તે દરમિયાનમાં તેમના પતિ આવતા બાળકીને થોડીવાર માટે સાચવવા માટે કહ્યું હતું પરંતુ તેમના પતિને વાડીમાં નીંદવાનું કામ કરવાનું હોય તેમણે બાળકીને સાચવવાની ના પાડી હતી.આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં તે અંગેનું માઠું લાગી આવતા મુન્નીબેને ઉપરોક્ત પગલું ભરી લેતા હાલ તેઓ સારવાર હેઠળ છે.

યુવાન-મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રહેતો ભાવેશ દલસુખભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના.યુવાને સાયન્સ કોલેજ પાસે આવેલ ગ્રાઉન્ડમાં કોઈ અગમ્ય કારણોસર મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા ભાવેશભાઈ મકવાણાને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે અંગે પોલીસને જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવના કારણ અંગે.આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જયારે મોરબી તાલુકા ના વાંકડા ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જવાથી વિલાસબેન રણછોડભાઈ મકવાણા નામની ૩૦ વર્ષની મહિલાને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.






Latest News