મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા, લોકોને મેળાની મોજ: શિવ મંદિરોમાં લોકોનો મેળો 


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા, લોકોને મેળાની મોજ: શિવ મંદિરોમાં લોકોનો મેળો 

મોરબી નજીકના રફાળેશ્વર મંદિર ખાતે સવારથી જ શિવભકતોની ભીડ જોવા મળી હતી અને રફાળેશ્વર મંદિર પાસે દર વર્ષેની જેમ જ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા લોકોએ પિતૃતર્પણ સાથે મેળાની મોજ પણ માણી હતી અત્રે ઉલેખનીય છે કે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી મોરબી શહેર અને જીલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભોલેનાથને ભાવથી ભજીને તમામ શિવ ભક્તો આગામી શ્રાવણ મહિનો વહેલા આવે અને ફરી શિવજીની સેવા, પૂજા અર્ચન કરવાનો તેમને મોકો મળે તેના માટેની ભગવાન શંકરને પ્રાર્થના કરી રહ્યા છે અને પારસ પીપળાને પાણી ચડાવીને પિતૃતર્પણ પણ કર્યું હતું આજે જડેશ્વર મહાદેવ મંદિર, અગ્નેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર સહિતના મહાદેવના મંદિરોમાં શિવભકતો ઉમટી પડ્યા છે 






Latest News