મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ


SHARE







હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ઘરની પાછળના ભાગમાં ઘાસ કાઢવાની કામગીરી આધેડ કરી રહ્યા હતા ત્યારે ત્યાં પાછળના ભાગે રહેતા શખ્સોને તે સારું નહીં લાગતા ચાર મહિલા સહિત આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આધેડને માથા અને પગમાં ધારિયાના ઘા ઝીકવામાં આવ્યા હતા તેમજ પાઇપ અને ધોકા વડે આધેડને તેમજ મહિલા સહિત અન્ય બે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ સહિતના ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ આધેડે ચાર મહિલા સહિત કુલ મળીને આઠની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ માવજીભાઈ કંઝરિયા જાતે દલવાડી (ઉમર ૫૦) એ હાલમાં રતિલાલ મૂળજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ મૂળજીભાઈ પરમાર, મુજીભાઇ હરજીભાઈ પરમાર, રૂખીબેન મૂળજીભાઈ પરમાર, મનિષાબેન કિશોરભાઈ પરમાર, ભાવનાબેન રતિભાઈ પરમાર અને ભગવાનજીભાઈના પત્નીની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરની પાછળની શેરીમાં ઘાસ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા રતિલાલ મૂળજીભાઈ પરમારે ધારિયા વડે તેના ઉપર હુમલો કરીને માથા તેમજ પગમાં ઘરિયાના બે ઘા માર્યા હતા તેમજ ભગવાનજીભાઈ, કિશોરભાઈ અને મૂળજીભાઈએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને સાહેદ ત્રિભોવનભાઈ અને કંચનબેનને કિશોરભાઈ, મનિષાબેન, ભાવનાબેન અને ભગવાનજીભાઈની પત્ની સહિતનાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા ઘનશ્યામભાઈ કંઝરિયા, કંચનબેન અને ત્રિભુવનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા સહિત આઠની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News