વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં બેઠેલ વૃદ્ધાના ગળામાંથી સવા ત્રણ તોલાના સોનાના દોઢ લાખના  ચેનની ચોરી


SHARE









વાંકાનેરમાં રિક્ષામાં બેઠેલ વૃદ્ધાના ગળામાંથી સવા ત્રણ તોલાના સોનાના દોઢ લાખના  ચેનની ચોરી

વાંકાનેરમાં બંધુ સમાજની બાજુમાં રહેતા વૃદ્ધા રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રિક્ષામાં મુસાફરની જેમ તેની સાથે બેઠેલ અન્ય બે મહિલાઓએ વૃદ્ધાની નજર ચૂકવીને તેના ગળામાંથી સવા ત્રણ તોલાનો સોનાનો ચેનની કોઈપણ રીતે ચોરી કરી લીધી હતી જેથી કરીને દોઢ લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચોરી થઈ હોવા અંગેની વૃદ્ધાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં બંધુ સમાજની બાજુમાં રહેતા પ્રફુલાબેન સુરેશભાઈ પટેલ (ઉંમર ૬૫) માર્કેટ ચોક પાસે ગયા હતા અને ત્યાંથી પરત પોતાના ઘર તરફ જવા માટે થઈને રીક્ષામાં બેઠા હતા ત્યારે અજાણી રિક્ષાના ચાલક અને રિક્ષામાં અગાઉથી જ મુસાફરની જેમ બેઠેલ બે મહિલાઓ દ્વારા કોઈપણ રીતે વૃદ્ધાની નજર ચૂકવીને તેના ગળામાં પહેરેલ સોનાના સવા ત્રણ તોલાના ચેનની ચોરી કરી લેવામાં આવેલ છે જેથી કરીને દોઢ લાખ રૂપિયાના સોનાના ચેનની ચોરી થઈ હોવા અંગેની વૃદ્ધાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે હાલમાં પોલીસે અજાણી રિક્ષાના ચાલક તેમજ તે રિક્ષામાં બેઠેલા અજાણી બે મહિલાઓની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News