મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ ડખ્ખામાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાતા પટેલ, દરબાર અને ભરવાડ સમાજમાં રોષ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે ગઇકાલે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ પટેલ, દરબાર અને ભરવાડ સમાજના લોકો ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને રજુઆત કરવા માટે પહોચ્યા હતા અને સામે વાળાને પાસાની સજા કરવાની માંગ કરી હતી ત્યાર બાદ આજે સામાપક્ષેથી એટ્રોસીટીની ફરીયાદ નોંધાવવામાં આવતા ખોટી ફરીયાદ નોંધાતા કાલે સોમવારે ત્રણેય સમાજના લોકો કલેકટરને આવેદનપત્ર પાઠવવા માટે જશે

મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમા દશરથભાઈ મકાસણા, નિલરાજસિહ બનેસિહ જાડેજા, અંતિમસિહ બનેસિહ જાડેજા અને નવઘણભાઇ ધારાભાઇ ભરવાડ તેમજ સામાપક્ષે અજય ચૌહાણને ઇજા થયેલ હતી માટે તમામને સારવારમાં ખસેડાયા હતા ત્યારબાદ ગઇકાલે મોડી સાંજે પટેલ સમાજ, દરબાર સમાજ અને ભરવાડ સમાજના આગેવાનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સામેવાળાએ માથાકૂટ કરી હોય તેની સામે પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ત્રણેય સમાજના આગેવાનો સહિતના લોકો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં પણ સામેવાળા દ્વારા હાલમાં એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી ત્રણેય સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે આવતીકાલે સોમવારે પટેલ, દરબાર અને ભરવાડ સમાજના લોકો તેમજ રફાળેશ્વર જીઆઇડીસીના લોકો કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે જશે ​




Latest News