ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ


SHARE







વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવે તેવી માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી આંદોલન કરી રહ્યા છે જો કે, હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે જીતુભાઈના સમર્થનમાં જુદીજુદી સંસ્થાના લોકો પ્રતિક ઉપવાસ માટે આવે છે દરમ્યાન તેમના પત્ની અને વાંકાનેરના માજી પણ પ્રતિક ઉપવાસ ઉપર હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન ટોકન દરે આપવાની માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી નવ દિવસથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને તેના સમર્થનમાં ઘણા લોકો અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને ટેકો આપવામાં આવેલ છે અને તેની સાથે લોકો પ્રતિક ઉપવાસમાં પણ બેસે છે ત્યારે તેમના પત્ની અને વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણી પણ દરરોજ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને મંગલવારે તેઓ ઉપવાસી છાવણીએ હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને વાંકાનેર સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણીને બીપી અને ડાયબીટીસ વધી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી હતી જેમાંથી બે પાર્ટી હાલમાં સંતો સહિતનાઓની સમજાવટથી ખસી ગયેલ છે તો પણ મેદાન આપવા માટેનો કોઈ ફાઇનલ નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કરીને રાતે જીતુભાઇ સોમાણીએ વેપારીઓ  સહિતનાની મિટિંગ બોલાવી છે અને મેદાન માટે હજુ પણ તેનું આંદોલન ચાલુ જ છે






Latest News