મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મેદાન મુદે મહાભારત: વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીના સમર્થનમાં મંગળવારે ગામ બંધનું એલાન


SHARE









મેદાન મુદે મહાભારત: વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીના સમર્થનમાં મંગળવારે ગામ બંધનું એલાન

વાંકાનેરમાં ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડની મંજૂરી મુદ્દે જીતુભાઈ સોમાણીના ચાલતા ઉપવાસ આંદોલનમાં શનિવારે સંતો-મહંતો,આર.એસ.એસ, વિહિપ,શિવસેના  ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, ધાર્મીક-સામાજિક સંસ્થાઓ તેમજ સામાજીક અગ્રણીઓની જીતુભાઈ સોમાણીના સમર્થનમાં શનિવારે રાત્રે એક મિટિંગ ઉપવાસ છાવણી ખાતે મળી હતી અને સોમવારે ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સામાજિક અગ્રણી દ્વારા સોમવારે તમારી માંગણી મુજબ તમને ગ્રાઉન્ડની મંજુરી મળી જશેની ખાત્રી મળતા સોમવારે ગામનું બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું પરંતુ સોમવારે તંત્ર દ્વારા જીતુભાઈ સોમાણીને મંજૂરી ન મળતા ધાર્મિક સંગઠનો તેમજ ધર્મપ્રેમી લોકોમાં રોષની લાગણી ફેલાય હતી.

ત્યારે સોમવારના રોજ રાત્રે ૯ વાગ્યે ઉપવાસ છાવણી ખાતે બીજીવાર મિટિંગ મળી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, સામાજિક સંસ્થા, તેમજ અગ્રણીઓ દ્વારા આવતીકાલે મંગળવારે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું ઉપરાંત સવારના ૧૦ વાગ્યે સૌ વેપારી સંગઠનો, એસોસિએશનો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સામાજિક આગેવાનો શ્રીરામ કોમ્પલેક્ષ ઉપવાસ છાવણી ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.




Latest News