હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીની રંગપર માધ્યમિક શાળાની સુવર્ણ જ્યંતી ઉજવાશે


SHARE







મોરબીની રંગપર માધ્યમિક શાળાની સુવર્ણ જ્યંતી ઉજવાશે

મોરબીની રંગપર માધ્યમિક શાળાને ૫૦ વર્ષ પૂરા થતાં તેની સુવર્ણ જ્યંતી ઉજવાવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનારનું સન્માન કરાશે

મોરબીના રંગપર ગામે ૧૯૭૨ માં માધ્યમિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ ૫૦ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન આગામી તા.૩૧ ના રોજ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ૫૦ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરીરંગપર ગામનો ખોળો ખુંદીમાધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે,તેમજ રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરવામાં આવશે એમ મરવડ કેળવણી મંડળ સંચાલિત રંગપર માધ્યમિક વિદ્યાલયના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ આચાર્ય એમ.એન.સદાતિયાની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News