મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા પરિવારને ચાર વર્ષની બાળકીને બીમારી સબબ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સવજીભાઈ પાટડીયાની ચાર વર્ષની દીકરી લક્ષ્મીને બીમારી સબબ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને અહીંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ગઈકાલ તા.૨૯-૮ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન લક્ષ્મીબેન સવજીભાઈ પાટડીયા નામની ચાર વર્ષીય બાળકીનું મોત નિપજયુ હતું હાલમાં બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મીંયાણાના મોટી બરાર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો.જેમાં હનીફ જાનમામદભાઈ જેડા (૨૪) રહે.માળીયા મીંયાણાને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પીટલે તેમજ નાનીબરાર ગામના અશોકભાઈ પરબતભાઈ ચાવડા (૩૭) અને લાખાભાઈ ઉગાભાઇ ડાંગર (૭૪) નામના બે લોકોને ઇજાઓ થતા તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા.જયારે હળવદ તાલુકાના દેવીપુર ગામે પરિવાર સાથે રહેતી સોનલબેન પ્રકાશભાઈ રાઠવા નામની ૧૧ વર્ષીય બાળકી તેઓના ઘર પાસેથી બાઇકમાં બેસીને વાડી તરફ જતી હતી ત્યારે રસ્તામાં ચરમરીયા દાદાના મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થતાં તે પડી જતા ઈજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા ખાતે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રત થયેલા હાજીભાઈ આદમભાઈ માલકીયા નામના ૩૬ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News