વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરી અને તેના પ્રેમીને મદદ કરતો હોવાનો વહેમ રાખીને યુવાનને માર મરનારા આધેડ સહિત બેની ધરપકડ


SHARE









મોરબીમાં દીકરી અને તેના પ્રેમીને મદદ કરતો હોવાનો વહેમ રાખીને યુવાનને માર મરનારા આધેડ સહિત બેની ધરપકડ

મોરબી તાલુકાના ઉટબેટ સમપર ગામની સીમમાં દીકરીના પ્રેમ સંબંધમાં મદદ કરતો હોવાનો વહેમ રાખીને દીકરીના પિતા સહિત બે શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના રામપર પાડાબેકર ગામે રહેતા હકાભાઇ મચ્છાભાઈ સોલંકી (૨૫) ઉટબેટ સમપર ગામની સીમામાં દરિયા કાંઠે હતા ત્યારે મામદભાઈ અબ્દુલભાઈ જત અને આદમભાઈ મીઠુભાઈ જત દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હોય હકાભાઇ સોલંકીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હકાભાઇ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મામદભાઈ અબ્દુલભાઈ જતની દીકરીને હાજી સત્તારભાઈ ફકીરાણી રહે. કોઠારીયા વાળા સાથે પ્રેમ સંબંધ હોય પ્રેમ સંબંધમાં ફરિયાદી હકાભાઇ બંનેને મદદ કરતા હોવાનો વહેમ રાખીને તેને લાકડી વડે માર માર્યો હતો જેથી હકાભાઇએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.વી.ડાંગર દ્વારા મામદભાઈ અબ્દુલભાઈ ફકીરાણી જાતે જત (૪૫) અને આદમભાઈ મીઠુભાઈ ફકીરાણી જાતે જત (૫૦) રહે. ઉટબેટ સમપર વાળાની ધરપકડ કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના આઇકોન ગ્રેનાઇટ્રો નજીક રહેતા રામુભાઈ રામકિશન ગૌતમ (૨૯) અને પાલસિંહ વ્રજરાજસિંહ (૨૬) રહે.સ્પોન્ઝો ગોડાઉન ભડીયાદ રોડ બંને બાઇકમાં જતા હતા ત્યારે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી જતા તેઓના બાઈકની આડે કૂતરું આડું ઉતરતા બંનેને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા ચમનભાઈ હરખજીભાઈ નામના ૪૨ વર્ષીય આધેડને લાલપર ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા સદભાવના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતો મહેશ અમરશીભાઈ મકવાણા નામનો ૧૮ વર્ષીય યુવાન જુના રફાળેશ્વર રોડ ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યારે ફાટક નજીક તેનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા મહેશભાઈ મકવાણાને પણ સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ દ્વારકાધીશ પેકેજીંગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુમકુમબેન દીનાનાથભાઈ વિશ્વકર્મા (૧૭) અને રજનીબેન દીનાનાથભાઇ વિશ્વકર્મા (૪૫) નામની બે મહિલાઓને ઇજાઓ તથા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે ગામની સીમમાં સાપ કરડી જવાથી ભરતભાઈ બાબુભાઈ વસાવા નામના ૨૦ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News