હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની રંગપર માધ્યમિક શાળાનો સુવર્ણ જ્યંતી મહોત્સવ યોજાયો: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ


SHARE







મોરબીની રંગપર માધ્યમિક શાળાનો સુવર્ણ જ્યંતી મહોત્સવ યોજાયો: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ

મોરબીના રંગપર ગામે ઈ.સ1972 માં માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ 50 પચાસ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન  કરવામાં આવ્યું હતું જેમાં પચાસ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી, રંગપર ગામનો ખોળો ખુંદી, માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવો દિલુભા ઝાલા પ્રમુખ મરવડ કેળવણી મંડળ તેમજ અનંતભાઈ ભટ્ટ શિક્ષક વધારવા માધ્યમિક શાળા મહેન્દ્રસિંહ ઝાલા પૂર્વ સરપંચ તેમજ પરષોત્તમભાઈ કાલરીયા પૂર્વ આચાર્ય વગેરેએ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા ગિરિરાજસિંહ ઝાલા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર જયમલભાઈ કરોતરા પોલીસ ઇન્સપેક્ટર રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરી હતી અને ભૂતકાળના સોનેરી સંસ્મરણો તાજા કર્યા હતા.આ પ્રસંગે 70 સિત્તેર જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી તમામ વિભાગોમાં ફરજ બજાવતા અને બજાવી ચુકેલાનું સાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું.તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પૂર્વ વિદ્યાર્થી અને બેસ્ટ બી.આર.સી.કો.ઓ. તરીકે મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ નિરૂભા ઝાલા,રઘુભા ઝાલા,મેઘરાજસિંહ ઝાલા સરપંચ રંગપર,જયવંતસિંહ જાડેજા,સજુભા ઝાલા, બાપલાલસિંહ ઝાલા વગેરે પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો તેમજ રંગપર તાલુકા શાળા અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકોએ અને માધ્યમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ સદાતિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News