વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રામધાન આશ્રમ ખાતે કાલે કોંગ્રેસ દ્વારા અબ કી બાર, જનતા કી સરકાર કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીના રામધાન આશ્રમ ખાતે કાલે કોંગ્રેસ દ્વારા અબ કી બાર, જનતા કી સરકાર કાર્યક્રમ યોજાશે

મોરબી જીલ્લા કૉંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી  દ્વારા અબ કી બાર જનતા કી સરકાર, તો બોલો સરકાર.... કાર્યક્રમનું આયોજન  કરવામાં આવેલ છે અને આવતી કાલે બપોરે ત્રણ વાગ્યે મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે આ કાર્યક્રમ યોજાશે

ગુજરાત  રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા લોકો પાસેથી લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે શું કરવામાં આવશે ? તે ચુંટણી ઢઢેરામાં સમાવેશ કરવામાં આવનાર છે. જેથી કરીને જાહેર જનતા, નાના વ્યવસાયિક મંડળો, મજુર મંડળ,  રિક્ષા અસોસીયેસન, રોકડીયા ફેરિયાઓનું મંડળ, ફેરિયાઓનું મંડળ અન્ય યુનિયનો, વેપારી મંડળો , વિદ્યાથીઓ, શિક્ષકો, નોકરીયાતો, કોન્ટ્રેક પરના કર્મચારીઓ, ફિક્સ પગાર વાળા કર્મચારીઓ, વિદ્યાર્થીના વાલીઓ, શહેરના જાગૃત નાગરિકો, ખેડૂતો, માલધારીઓ, ટ્રાન્સપોર્ટરો, સેવાકીય સંગઠનો અને  એનજીઓ કે અન્ય સંગઠનો આ તકે પશ્નો રજુ કરી શકે તે માટે તેને કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને લોકશાહીમાં લોકો માટે જ સરકાર બનતી હોય છે. ત્યારે લોકોની સુખાકારી બાબતે શું કરવું જોઈએ ? તેવા સૂચનો લોકો પાસેથી મેળવવામાં આવશે અને પછી તે મુજબ કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢઢેરો બનાવવામાં આવશે

આ કાર્યક્રમમાં વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ  મેનીફેસ્ટો કમિટીના ચેરમેન દીપકભાઈ બાબરિયા, પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણા તેમજ લલીતભાઈ કગથરા, ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા, રાજકોટ ડીવીઝન મેનીફેસ્ટો કમિટીના કન્વીનર કાન્તિલાલ ડી. બાવરવા  તેમજ મેનીફેસ્ટો  કમિટીના ગુજરાતના હોદેદારો ઊપસ્થિત  રહેશે જેથી કરીને તા ૨/૯ ને શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગ્યે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે લોકોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ અને મોરબી જિલ્લા કોંગ્રેસ મેની ફેસ્ટો કમિટીના કન્વીનર ડો.લખમણભાઇ એમ. કંઝારિયાએ અપીલ કરી છે




Latest News