મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

દબાણ કરનારા સાવધાન: મોરબીમાં કોમન પ્લોટ ઉપર મકાન ખડકી દેનારા સામે લેન્ડ ગ્રેબિંગ નોંધાતાની સાથે ધરપકડ


SHARE









દબાણ કરનારા સાવધાન: મોરબીમાં કોમન પ્લોટ ઉપર મકાન ખડકી દેનારા સામે લેન્ડ ગ્રેબિંગ નોંધાતાની સાથે ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઑરડી પાસે આવેલ ચામુંડા નગરમાં કોમન પ્લોટ ઉપર દબાણ કરીને મકાન બનાવી નાખ્યું હતું અને જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરીને જગ્યા પચાવી પાડવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દબાણ કરનારની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે જેથી કરીને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી મેઇન રોડ પાસે રામદેવપીર મંદિર નજીકમાં રહેતા આકાશભાઈ ગલાભાઈ પરમાર (28) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાનજીભાઈ પોપટભાઈ મકવાણા રહે. ચામુંડા નગર સોસાયટી સોઓરડી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૯ પહેલાથી કોઈપણ સમયથી શહેરના વોર્ડ નંબર-૪ માં સીટી સર્વે નંબર ૨૮૦૧ સીટ નંબર ૧૯૯ વાળી જગ્યામાં ચામુડા નગર સોસાયટી આવેલ છે અને આ સોસાયટીના કોમન પ્લોટમાં આશરે ૩૭.૪૪ ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે નાગજીભાઈ પોપટભાઈ મકવાણાએ દબાણ કરીને ત્યાં મકાન બનાવી લીધું હતું તથા જાહેર રસ્તામાં ગેરકાયદેસર રીતે દબાણ કરી જગ્યા પચાવી પાડી હતી જેથી કરીને આકાશભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી નાનજીભાઈ પોપટભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે




Latest News