મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ લાઇટ, પાણી રોડ-રસ્તાના પ્રશ્નો ઉભાને ઊભા !: કોંગ્રેસની બેઠકમાં મુદ્દો ગુંજ્યો


SHARE









મોરબીના વાડી વિસ્તારમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ લાઇટ, પાણી રોડ-રસ્તાના પ્રશ્નો ઉભાને ઊભા !: કોંગ્રેસની બેઠકમાં મુદ્દો ગુંજ્યો

મોરબી જીલ્લા કૉંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી  દ્વારા અબ કી બાર જનતા કી સરકાર, તો બોલો સરકાર કાર્યક્રમનું આયોજન  મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે મેનીફેસ્ટો કમિટીમાં સમાવવા માટે જુદાજુદા પ્રશ્નો આવ્યા હતા તેમાં મોરબીના વાડી વિસ્તારમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ લાઇટ, પાણી રોડ-રસ્તાના પ્રશ્નો ઉભને ઊભા છે તે મુદ્દો ગુંજ્યો હતો

ગુજરાત  રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા લોકો પાસેથી લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે શું કરવામાં આવશે ? તે ચુંટણી ઢઢેરામાં સમાવેશ કરવામાં આવનાર છે. જેથી કરીને જાહેર જનતા, નાના વ્યવસાયિક મંડળો, ખેડૂતો, માલધારીઓ, સેવાકીય સંગઠનો સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ  મેનીફેસ્ટો કમિટીના ચેરમેન દીપકભાઈ બાબરિયા, પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણા તેમજ લલીતભાઈ કગથરા, ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા, રાજકોટ ડીવીઝન મેનીફેસ્ટો કમિટીના કન્વીનર કાન્તિલાલ ડી. બાવરવા  તેમજ મેનીફેસ્ટો  કમિટીના ગુજરાતના હોદેદારો, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીના કન્વીનર ડો.લખમણભાઇ એમ. કંઝારિયા, મનોજભાઇ પનારા, અમુભાઈ હુંબલ, દિલીપભાઇ સરડવા, વિનોદભાઇ ડાભી, રાજેશભાઈ કાવર, કે.ડી. પડસુંબિયા, મહેશભાઇ રાજ્યગુરુ, હેમંગભાઈ રાવલ, ગુલામભાઇ પરાસરા, મુકેશભાઇ ગામી, નયનભાઇ આઘારા,રામભાઇ રબારી, દીપકભાઈ પરમાર, લલિતભાઈ કસૂન્દ્રા સહિતના આગેવાનો, હોદેદારો  હાજર રહ્યા હતા

આ તકે મેનીફેસ્ટો કમિટી દ્વારા લોકો પાસેથી તેની સમસ્યા અને સૂચનો લેવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોને સિચાઈ માટેનું પાણી, સારા રોડ રસ્તા, રઝડતા ઢોર, ખેડૂતોના જણસના ભાવ નક્કી કરવાની પધ્ધતિ, ફ્રી શિક્ષણ સહિતના મુદાઓ આવ્યા હતા તે ઉપરાંત મોરબીની આસપાસમાં આવેલ ૧૩૫ જેટલી વાદીઓમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ લાઇટ, પાણી, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી જેથી કરીને તે વિસ્તારના સ્થાનિક આગેવાનો કોંગ્રેસનાં મેનિફેસ્ટોમાં આ મુદાને સમાવીને લોકોને  સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યુ હતું કે, ભાજપ વિકાસની વાતો કરી રહી છે અને મોરબી જિલ્લા સિરામિકના બધા જ કારખાના બંધ છે, પોલિપેકના ૨૦૦ કારખાના બંધ છે, પેપર મિલો બંધ છે આટલું જ નહીં વિદ્યાર્થીઓ, મહિલો, વેપારીઓ સહિતના લોકો ભાજપથી ત્રાહિમામ છે જો કે, કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો એક થઈને ચૂંટણીનાં મેદાનમાં આવશે તો સો ટકા ભાજપ ઘર ભેગો થઈ જશે




Latest News