મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટર, લાઈટ, સફાઈના પ્રશ્નો ન ઉકેલાઈ તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર


SHARE









મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટર, લાઈટ, સફાઈના પ્રશ્નો ન ઉકેલાઈ તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર

મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે અને અનેક રજુઆત કરવા છતાં આજની તારીખે ગટર, લાઈટ, સફાઈ સહિતની સુવિધાઑ મળતી નથી જેથી પાલિકામાં વધુ એક વખત રજુઆત કરીને મુખ્યમંત્રી આવાસમાં પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરીને જો સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના લીલાપર રોડ ઉપર વર્ષો પહેલા મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને તેમાં લોકો રહેવા માટે આવી ગયા છે તો પણ લોકોને સુવિધા આપવામાં આવી નથી જેથી કરીને હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, પાલિકા દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓ જેમાં લાઈટ, પાણી, ગટર, સફાઈ આપવામાં આવતી નથી અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વણઉકેલ છે અને કોમ્યુનિટી હોલ પાલિકાના ગોદામની જેમ વાપરવામાં આવી રહ્યો છે જેથી કરીને લોકોને પ્રસંગ માટે તે હૉલ મળતો નથી જેથી કરીને આ પ્રશ્નોને ઉકેવાની માંગ કરવામાં આવી છે અને જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો સ્થાનિક લોકો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News