મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

સહકારી ક્ષેત્રમાં રાજનીતિ કરવાની ન હોય માત્ર ખેડૂતોના હિતનું જ કામ કરવાનું હોય: જયેશભાઇ રાદડિયા


SHARE











સહકારી ક્ષેત્રમાં રાજનીતિ કરવાની ન હોય માત્ર ખેડૂતોના હિતનું જ કામ કરવાનું હોય: જયેશભાઇ રાદડિયા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરડીસી બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા તેમજ રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે જયેશભાઇ રાદડિયાએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે ઘણા બધા હિસાબો કરવામાં આવતા હોય છે જો કે, સહકારી ક્ષેત્ર હમેશા ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થા છે માટે તેમાં રાજનીતિ કરવાની ન હોય અને જે લોકો લોન માંગે તેને બેંકના મેનેજર મારફતે જ લોન મળી જાય તેવી વ્યવસ્થા અમે લોકોએ ઊભી કરલે છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં મોરબી જિલ્લા મહિલા  સહકારી દૂધ ઉત્પાદન સંઘ, મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, મોરબી માળીયા પ્રોસેસિંગ કો-ઓપ. સોસાયટી, મોરબી વિભાગ સેવા સહકારી મંડળી, ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી અને મોરબી માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ શરાફી સહકારી મંડળી આમ જુદીજુદી સાત સહકારી સંસ્થાઓની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, આરડીસી બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, આરડીસી બેંકના ડીરેક્ટર અમૃતલાલ વિડજા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, આરડીસી બેંકના ડીરેક્ટર ધનજીભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ત્યારે બ્રિજેશભાઇ મેરજાએ વર્ષો પહેલા તેઓ જયારે વલ્લભભાઇ પટેલના પીએ હતા ત્યારે શું પરિસ્થિતી હતી અને આજે સુધી સ્થિતિ છે જેની માહિતી સભામાં હાજર રહેલા ખેડૂતોને આપી હતી તેમજ મોરબી જિલ્લા દૂધ સંઘ એટ્લે કે મયુર ડેરી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ટેન મંત્રી તરીકે બિરદાવી હતી ત્યાર બાદ આરડીસી બેંકના ચેરમેન અને રાજ્યના માજી મંત્રી જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોને  સંબોધતા કહ્યું હતું કે, સભાસદોને અનેકવિધ સેવાઓનો લાભ હાલમાં આપવામાં આવી રહ્યો છે અને સહકારી ક્ષેત્ર જે ખેડૂતોના હિત માટે કામ કરે છે તેમાં રાજનીતિ કરવાની ન હોય તેમ તો માત્ર ને માત્ર ખેતીની વૃદ્ધિ અને ખેડૂતોની સમૃદ્ધિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાનું હોય છે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે ઘણા હિસાબો કરવામાં આવે છે જો કે, બેકના સભાસદોને લોન લેવામાં હેરાન થવુ ન પડે અને તેમાં રાજનીતિ ન આવે તે માટે ૨૦૦ જેટલી બ્રાન્ચના મેનેજરો સીધી સભસદોને લોન આપે તેવી વ્યવસ્થા આરડીસી દ્વારા ઊભી કરવામાં આવી છે જેથી આજની તારીખે રાષ્ટ્રીય કૃત બેન્ક કરતાં આરડીસીમાંથી ખેડૂતોને ઝડપીથી લોન મળી જાય છે




Latest News