મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વીરાંજલિના કાર્યક્રમમાં શહીદવીરોને અર્પણ કરાશે શ્રદ્ધાંજલિ


SHARE







મોરબીમાં વીરાંજલિના કાર્યક્રમમાં શહીદવીરોને અર્પણ કરાશે શ્રદ્ધાંજલિ

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ વીરાંજલિ રજૂ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, વીરાંજલિ સમિતિ પ્રેરિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૭ સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાત્રીના ૮ થી ૧૦ કલાકે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે અને પોતાના અલગ અંદાજમાં વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના શહીદ વીરોને વીરાંજલિ અર્પણ કરશે જેમાં પધારવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિગ્નેશભાઈ કૈલા, ટંકારા તાલુકા ભાજપના પ્રભારી રવિભાસનાવડા સહિતનાઓએ મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના લોકોને આમંત્રણ પાઠવ્યૂ છે






Latest News