મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી) માણાબાં પાસે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરે કારને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE





માળિયા (મી) માણાબાં પાસે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરે કારને હડફેટે લેતા યુવાનનું મોત

માળિયા મિયાણાંથી અમદાવાદ તરફ જતાં હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે સામેથી આવતી કાર સાથે તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામના યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની માળિયા પોલીસ સ્ટેશને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે વાહન છોડીને ભાગી ગયેલા ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ ગાંધીધામના રહેવાસી નીમીશભાઈ મોહનભાઈ રાજગોરે હલમ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ ગુંજનભાઈ રાજગોર ગાંધીધામથી બરોડા જતા હતા ત્યારે માળિયા અમદાવાદ હાઈવે ઉપર માણાબા ગામ પાસે ડમ્પર નંબર જીજે ૧૨ બીટી ૫૯૪૨ના ચાલકે પોતાનું ડમ્પર રોંગ સાઇડમાં ચલાવીને ફરિયાદીના ભાઈની કાર જીજે ૧૨ ડીજી ૪૩૦૮ ની સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેથી કરીને ફરિયાદીના ભાઈની કારનો ભુક્કો બોલી ગયો હતો અને આ અકસ્માતમાં ગુંજનભાઈ મોહનભાઈ રાજગોર (૩૬)નું મોત નીપજયું હતું અને અકસ્માત બાદ ડમ્પર ચાલક તેનું વાહન છોડીને નાશી ગયો હતો જેથી પોલીસે ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News