મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં ખીરઇ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો


SHARE





માળીયા (મી)નાં ખીરઇ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો

માળીયા તાલુકાનાં ખીરઇ ગામના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા તાલુકાનાં વીર વીદરકા ગામે રહેતા લાલદાસ મનસુખભાઇ વૈષ્ણવ જાતે રામાનંદી સાધુ (૨૪)એ ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૬૨૬૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૦૬/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરશામા મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ખીરઇ ગામના પાટીયા પાસેથી આરોપી પોતાના હવાલા વાળો ટ્રક લઈને જતો હતો ત્યારે ફરીયાદીના મોટર સાઇકલ જીજે ૨૭ ડીએ ૭૭૨૪ ને હડફેટે લીધું હતુ જેથી કરીને નીચે પડી જવાથી ફરિયાદીને ડાબા ગાલે, માથામા, છાતીમા તથા દાઢીએ ઇજા થઈ હતી અને સાહેદને જમણા પગમા નળાના ભાગે તેમજ માથામા જમણા લમણામા ફેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News