બરોબારના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે


SHARE







મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોનાને લીધે તે બંધ હતું પરંતુ આ વર્ષે મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સારેગામાપા) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા રાસની રમઝટ બોલાવશે

મોરબીમાં કોરોનાના બે વર્ષ બાદ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે. આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો ત્યાં રમઝટ બોલાવશે જેમાં બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે






Latest News