મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી ૧૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE





મોરબી જિલ્લામાંથી ૧૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લામાં આવતા માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેથી પોલીસે ૧૦૦ ગ્રામ ડ્રગ્સ જેની કિંમત ૧૦ લાખ રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ મળીને હાલમાં ૧૦,૦૯,૫૮૦ ના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરેલ છે અને હાલમાં પકડાયેલા શખ્સની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે તેમજ આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા એસઓજીના ભાવેશભાઈ મિયાત્રાને મળેલ ખાનગી બાતમી આધારે ઇન્ચાર્જ પીઆઇ પી.જી. પનારા તેમજ એસઓજીના સ્ટાફ દ્વારા માળિયા મોરબી હાઇવે ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી અને જે પ્રકારની બાતમી મળી હતી તે પ્રકારનો શંકાસ્પદ વ્યક્તિ ત્યાંથી નીકળતા તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે ૧૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત દસ લાખ રૂપિયા તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને ૪૫૮૦ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૧૦,૦૯,૫૮૦ ના મુદ્દામાલ સાથે દેવીલાલ મગારામ સેવર જાતે જાટ (ઉંમર ૨૪) રહે. ખારા મહેચાન જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

હાલમાં પકડાયેલ શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લઈને આવ્યો હતો અને તે ક્યાં આપવા માટે જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ મોરબી તાલુકાના જીંજુડા ગામેતી ડ્રગ્સનો મોટો જથ્થો એટીએસની ટિમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને મોરબીના કેટલાક શખ્સો ડ્રગ્સ સાથે બીજા જીલ્લામાં ઝડપાયા હતા જેથી કરીને મોરબી પંથકમાં પણ ડ્રગ્સની મોટા પ્રમાણમાં દારૂની જેમ હેરાફેરી થવા લાગી હોય તેવો ઘાટ છેલ્લાં સમયથી મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં પકડાયેલ શખ્સને સાથે રાખીને પોલીસ દ્વારા ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોચવા માટેની હાલમાં કવાયત શરૂ કરવામાં આવી છે જો કે, મેફેડ્રોન ડ્રગ્સના મૂળ કયા સુધી પથરાયેલા છે તે તો આગામી સમય જ બતાવશે




Latest News