મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે ડાંડિયા કલાસ શરૂ કરાશે


SHARE









મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે ડાંડિયા કલાસ શરૂ કરાશે

માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ નજીક આવી રહ્યો હોય તેમાંય બે વર્ષ પછી ખેલેયાઓને રાસ ગરબે ઝૂમવાનો અવસર મળી રહ્યો હોવાથી ઠેરઠેર ડાંડિયા રાસના કલાસીસનું આયોજન થયું છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા નિશુલ્ક દાંડિયા કલાસિસનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વર્ષોથી સામાજિક ક્રાંતિથી દેશની ઉન્નતિ માટે યોગદાન આપતા અને ખાસ કરીને લાંબા સમયથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વમાં સર્વધર્મ સમભાવની ભાવનાને સાર્થક કરી દરેક વર્ગની બહેનો સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રસ્તા ગરબે ઝૂમી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે દરેક વર્ગની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે વિનામુલ્યે ડાંડિયા રાસ શીખવવા માટેના કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ દરેક વખતે અવનવા સ્ટેપ્સ આવે છે. ખાસ કરીને યુવતીઓમાં નવા નવા ડાંડિયા રાસના સ્ટેપ્સ શીખવવા માટે જબરી ઉત્કંઠા હોય છે. પણ ડાંડિયા રાસ કલાસીસની ફી બધાને પરવડતી નથી. એટલે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાસ ગરબાના કલાસીસનું આયોજન કરાયું છે. જેમાં તજજ્ઞો દ્વારા રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સની સઘન તાલીમ આપવામાં આવશે  આ કલાસીસમાં જોડવવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આથી વહેલા તો પહેલાના તાત્કાલિક યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વીંગના નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોલ અથવા વ્હોટ્સએપથી નોંધણી કરવા મહિલાઓને અપીલ કરી છે.મોબાઈલ નંબર ઉપર કોલ અથવા વ્હોટ્સએપથી તા.૧૦-૯ સુધીમાં કાજલબેન (મો.૯૮૨૫૪ ૮૮૭૩૩), ધરતીબેન (મો.૯૮૨૫૯ ૪૧૭૦૪), નિરાલીબેન (મો.૮૧૪૧૬ ૮૦૦૯૨) અથવા મયુરીબેન (મો.૯૨૭૫૯ ૫૧૯૫૪) ઉપર નામ નોંધાવવા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News