મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મેસેજ કરવાની બાબતે મારા મારીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં મેસેજ કરવાની બાબતે મારા મારીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન-૧ માં દૂધની ડેરી પાસે ભાઈ અને મિત્ર સાથે ઉભેલા યુવાન પાસે ત્રણ શખ્સો આવ્યા હતા અને મારા ભત્રીજાની પત્નીને કેમ વ્હોટ્સએપમાં મેસેજ કરે છે તેવું કહીને તેને લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનને મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં પોલીસે વધુ બે  આરોપીની ધરપકડ કરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન-૧ માં મોમાઈ દૂધની ડેરી પાસે તેના ભાઈ આશિષભાઈ અને દીપકસિંહ સાથે થોડા દિવસો પહેલા ઊભો હતો ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ રહે બંને મકનસર અને સુરેશભાઈ આ ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડએ હિતેશને કેમ મારા ભત્રીજાની પત્નીને મોબાઇલમાં વ્હોટ્સએપમાં મેસેજ કરે છેતેવું કહીને વજાભાઈએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને કમલેશભાઈ તેમજ સુરેશભાઈએ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ કમલેશભાઈએ હિતેશભાઈ ભૂંભારિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી હિતેશભાઈએ સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અનિલ ઉર્ફે કમલેશભાઈ હમીરભાઇ રાઠોડની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વજાભાઈ રાજાભાઈ રાઠોડ જાતે રબારી (૩૮) રહે ગોકુળ નગર મોરબી અને સુરેશભાઈદિનેશભાઇ માંજુસા જાતે કોળી (૨૬) રહે, ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News