વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતની પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેવા રાજયમંત્રીને રજુઆત


SHARE









મોરબી સહિત ગુજરાતની પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેવા રાજયમંત્રીને રજુઆત

મોરબી સહિત ગુજરાત રાજ્યમાં આવેલ નગરપાલિકા કર્મચારી વતી મહામંડળ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના પડતર પ્રશ્નોનો ઉકેવા માટેની પાલિકાના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબી નગરપાલિકા કર્મચારી મહામંડળના હોદેદારો દ્વારા રાજ્ય કર્મચારી મહામંડળની સૂચના મુજબ મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો છે તેના માટે ભૂતકાળમાં રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કરીને કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીમાં પાલિકા કર્મચારીઓના પ્રશ્નો રજૂ કરવા માટે મંત્રીને રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને મહેકમ ખર્ચની મર્યાદા નાબૂદ કરવામાં આવે, મહેકમ ખર્ચની ગણતરી બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતના તથા નામદાર હાઇકોર્ટના ચુકાદાને અમલી બનાવવામાં આવે, મહેકમની ખાલી જગ્યાઓ ઉપર લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે, ચોથું પગાર પંચ તથા પાંચમું પગાર પંચ મેળવતી નગરપાલિકાઓમાં મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવામાં આવે, ફરજિયાત સેવાના કર્મચારીઓનો પગાર ખર્ચ મહેકમખર્ચ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવે, પગાર પંચની દરખાસ્તોમાં સરળીકરણ કરવા તથા રાજ્ય સરકાર અમલી બનાવેલ હોય તે વર્ષથી જ પગાર પંચ મજૂર થાય તે મુજબ પરિપત્ર કરવામાં આવે, ઓક્ટ્રોય ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે, પાલિકાના કર્મચારીઓને બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે તથા હાલમાં અમલી નિયમોમાં સરળીકરણ કરવામાં આવે તે સહિતની રજૂઆત કરવામાં આવી છે




Latest News