મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ


SHARE









મોરબી તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ જયેશ જગાભાઇ કગથરા રહે.વિરાટનગર (રંગપર) વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેમાં તેણીએ જણાવ્યુ હતું કે, આરોપી તેણીને બળજબરીથી ઓરડીમાં લઈ ગયો હતો અને તેણીને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કાંઇ કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી અને આ બાબતે પરિણીતાનો પતિ આરોપીને સમજાવવા માટે ગયો હતો ત્યારે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ વી.બી.પીઠીયાએ હાલમાં આ ગુનામાં આરોપી જયદીપ ઉર્ફે જયેશ જગદીશભાઇ કગથરા જાતે કોળી (ઉમર ૨૦) રહે. રંગપર તા.જી.મોરબીની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા વિરજીભાઈ માધાભાઈ કણજારિયા નામના પચાસ વર્ષીય આધેડ બાઈક લઈને ઘરેથી વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા વિરજીભાઈ કણજારિયાને સારવારમાં ખસેડાયા હતા. તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ઇમરાન અલ્યાસ કટીયા નામના ૧૬ વર્ષીય સગીરને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં દિવ્યરાજ કિરણભાઈ સનારીયા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.
 
યુવાન સારવારમાં
 
મોરબીના વાવડી રોડ ઉપર રહેતો હૈદર ગુલામનબી માલાણી નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબી નગરપાલિકા કચેરી પાસેથી બાઈક લઈને જતો હતો દરમિયાનમાં તે નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે રાજકોટ નજીકના વિછીયા તાલુકાના અજમેર ગામે રહેતા પૂજાબેન જીવાભાઇ રાઠોડ નામના ૭૨ વર્ષીય વૃદ્ધા બાઇકમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે ખસેડાયા હતા.



Latest News