મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે જુગારની રેડ પડતાં નાશી છૂટેલા છ જુગારીઓને પોલીસે દબોચ્યા


SHARE







મોરબીના રવાપર ગામે જુગારની રેડ પડતાં નાશી છૂટેલા છ જુગારીઓને પોલીસે દબોચ્યા

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ કેશવ ગૌશાળા નજીક વાડીની ઓરડીમાં રેડ કરી હતી ને ત્યાં વાડીની ઓરડીમાં જુગટુ રમી રહેલા જુગારીઓમાં નાશભાગ મચી ગયેલ હતી અને છ જુગારી પોલીસને જોઈને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે બે જુગારીઓની ૧.૧૧ લાખની માતા સાથે ગઇકાલે ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુના છ આરોપીને પકડવામાં આવેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ રવાપર ઘુનડા રોડ ઉપરની કેશવ ગૌશાળા પાસે આવેલ સુનિલ બાબુ ચાડમીયા જાતે પટેલની વાડીની ઓરડીમાં રેડ કરવામાં આવી હતી.જ્યાં તીનપત્તીનો જુગાર રમવામાં આવી રહ્યો હોય વાડી માલિક સુનિલ બાબુ ચાડમીયા જાતે પટેલ (૩૭) રહે.ભવ્ય એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર મોરબી અને અરવિંદ ઉર્ફે લાલો ભાણજી પાડલીયા જાતે પટેલ (૨૮) રહે.સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ બોનીપાર્ક રવાપર મોરબી વાળાની ગઇકાલે પોલીસે રૂપિયા ૮૧,૦૦૦ તેમજ રૂપિયા ૩૦ હજારનું સ્કૂટર એમ કુલ રૂપિયા ૧,૧૧,૦૦૦ ની મતા સાથે ધરપકડ કરી હતી અને છ જુગારી નાશી ગયા હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો હાલમાં આ ગુનામાં પોલીસે દીપકભાઈ રૂગનાથભાઈ એરણીયા જાતે પટેલ (૩૬) રહે ચિત્રકૂટ સોસાયટી રવાપર, પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ એરણીયા જાતે પટેલ (૩૭) રહે માધવનગર ટીકર, શૈલેષ દેવજીભાઈ એરવાડિયા જાતે પટેલ (૩૭) રહે માધવનગર ટીકર, દલસુખભાઈ કેશવજીભાઈ વડગાસીયા જાતે પટેલ (૪૦) રહે. હરિઓમ પાર્ક ઘુટુ રોડ, શૈલેષ અવચરભાઈ જેતપરિયા જાતે પટેલ (૩૮) રહે જૂની વિશાલ દીપ મીલ લાલપર અને નીતિનભાઈ વીરજીભાઈ કૈલા જાતે પટેલ (૩૮) રહે. નવા ઘાટીલા વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના મધ્યમાં આવેલ મણીમંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગમાં બેસીને રસિકબા ગંભીરસિંહ વાળા (૬૪) જઈ રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતે બાઈકમાં પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા જેથી કરીને વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા હરજીભાઈ દેવજીભાઈ ધામેચા (૩૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

માર મારતા ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા મનીષાબેન વિજયભાઈ સોલંકી (૩૫) ને તેના ઘરે હતા ત્યારે તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મનીષાબેન સોલંકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની તપાસ કરતાં જે.જે. ડાંગર પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ પાસે ઘર ખર્ચના મનિષાબેન પૈસા માગ્યા હતા જે બાબતે તેને તેઓના પતિએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે






Latest News