મોરબીમાં પ્રગતિ કલાસિસ, નીલકંઠ વિદ્યાલય સાહિતની સંસ્થાઓમાં શિક્ષક દિન ઉજવાયો: શિક્ષકોને સન્માનીત કરાયા
SHARE
મોરબીમાં પ્રગતિ કલાસિસ, નીલકંઠ વિદ્યાલય સાહિતની સંસ્થાઓમાં શિક્ષક દિન ઉજવાયો: શિક્ષકોને સન્માનીત કરાયા
મોરબીમાં વીસી હાઈસ્કૂલ પાસે આવેલ પ્રગતિ ક્લાસીસમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો અને શિક્ષક બનીને પ્રગતિ ક્લાસીસમાં શિક્ષક દિને અલગ અલગ વિષય ભણાવ્યા હતા ત્યારે ભવિષ્યમાં તેઓ પણ સારા શિક્ષક બને તેવી શુભકામનાઓ કલાસીસ તરફથી પાઠવવામા આવી છે.
નીલકંઠ વિદ્યાલય
મોરબીમાં આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા શિક્ષકોને માતા-પિતા પછી બીજા નંબરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે જેથી નીલકંઠ વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધો, ૧ થી ૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓએ હોંશભેર પ્રિન્સીપાલથી પટ્ટાવાળા સુધીની કામગીરીમાં જોડાયા હતા અને શાળાની બધી વ્યવસ્થા સંભાળેલ હતી.
નવા ઘનશ્યામગઢ
મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અશોકકુમાર મહાદેવભાઇ કાંજીયાને સન્માનીત કરવામાં આવેલ છે અને તેઓએ શાળાની ગુણવત્તામાં વધારો કરવામાં ખૂબ સારી ભૂમિકા રહી છે. બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવામાં સંશોધન, ઇનોવેશન આત્મબળ, કલ્પનાશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ ધીરજ, કુશળતા,ચીવટ જેવા ગુણોનો વિકાસ થાય તેવી રીતે બાળકોને શિક્ષણ આપે છે. શાળાના દરેક કાર્યક્રમોમાં સફળ સંચાલન કરવામાં, વાલીનો પૂરો લોકસહકાર પ્રાપ્ત કરવામાં, શૈક્ષણિક પ્રવાસ, દરેક કાર્યમાં સકારાત્મક બનીને શિક્ષક તરીકે બાળકમાં સર્વાંગી વિકાસ થાય તેમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૧૬/૧૭માં નવા ઘનશ્યામગઢ કુમાર પ્રાથમિક શાળાને સ્વચ્છ શાળા એવોર્ડ મળ્યો તેમાં એસ.એમ.સી. શાળા પરીવાર, શાળા બાળ સ્વચ્છતા સમિતી,. સ્ટાફ વગેરેના સહયોગની તેમની ભૂમિકા ખૂબ મહત્વની છે.
થોરાળા પ્રાથમિક શાળા
શિક્ષક દિને મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સોનલબેન જયંતિલાલ વેગડ શ્રી થોરાળા પ્રાથમિક શાળાના શિક્ષિકાને સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓએ બાળપણથી જોયેલુ શિક્ષક બનવાનુ સ્વપન પી.ટી.સી.મા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી પુરૂ થયુ હતુ અને તા.૧૯/૩/૨૦૦૭ ના રોજ પાટીયાળી પ્રાથમિક શાળા તાલુકો જસદણમાં પ્રથમ નિમણુંક મળતા શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી હતી વાંચન, લેખન, ગણનનું જાતે સાહિત્ય તૈયાર કરી બાળકોને આપી શાળા સમય પહેલા શિક્ષણ આપી સમયદાન પણ કર્યુ છે અને તેમણે ગુણોત્સવમાં ખુબ જ સારી કામગીરી કરી હતી. તેમની શાળામાં તેઓ એક માત્ર મહિલા શિક્ષક હોવાથી કન્યાઓને લોહતત્વવાળા ખોરાક લેવા, જરૂરીયાત મુજબ એનિમિયા અને ક્રુમિઓની ગોળીઓનું વિતરણ કરે છે. તેમના વર્ગમાં સ્વચ્છતા કિટનું પણ નિર્માણ કર્યું છે. જેમાંથી બાળકોને પણ સ્વચ્છતાનો સંદેશ મળે છે.
ગુંદાખડા પ્રાથમિક શાળા
શિક્ષક દિને ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક સાગર ઉમેશકુમાર દિનેશકુમારને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મંત્રી બ્રિજેશ મેરજાનાં હસ્તે આપવામાં આવેલ છે.