હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં કાલે રાજયપાલ અને રાજ્યમંત્રીની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે


SHARE







હળવદમાં કાલે રાજયપાલ અને રાજ્યમંત્રીની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે

કાલે મોરબી જિલ્લાના હળવદ એપીએમસીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પંચાયત મંત્રીની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે તા. ૧૦ ઓક્ટોબરના રોજ હળવદના પ્રવાસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવી રહ્યા છે. અને તેમના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે સવારે ૯:૩૦ કલાકે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ હાજર રહેશે ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવા માટે વડાપ્રધાનએ આહવાહન કરેલ છે. રાજ્ય તેમજ સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં રાજ્યપાલએ જનઅભિયાન હાથ ધર્યું છે

રાજ્યમંત્રીની પ્રવાસ

ગુજરાતનાં પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩ દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે છે. અને આજે તેઓ સાંજે ૪:૩૦ કલાકે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને કાલે ૧૦મી સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૩૦ કલાકે રાજયપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવાનો છે તેમાં તે હાજર રહેવાના છે અને અને સાંજે ૫:૦૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત આયોજીત તલાટી કમ મંત્રીના પૂર્ણ પગારના નિમણુક પત્રો એનાયત કાર્યક્રમ અંતર્ગત ત્રિમંદિર ખાતે ઉપસ્થિત રહેશે તેમજ ૧૧મી સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ કલાકે વિરપર ગામ ખાતે નાલંદા વિદ્યાલય દ્વારા આયોજીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ-૨૦૨૨ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા સાંજે ૫:૦૦ કલાકે મોરબી ગૌસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાશે તેમાં જવાના છે

આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો યોજાશે

સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે તા.- ૧૨ ને સોમવાર ના રોજ સવારે  ૦૯:૦૦  કલાકે રોજગારીની સારી તકો ઉપલબ્ધ કરવાના હેતુસર મોરબી જીલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો ( PMNAM ) યોજાશે. આ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં મોરબી જિલ્લાની અલગ અલગ ૧૦ થી વધારે કંપનીઓ ભાગ લેશે. આ ભરતી મેળામાં અંદાજે ૬૫ થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરવામાં આવશે. ભરતી મેળામાં  ગ્રેજયુએટ/ડિગ્રી/ડિપ્લોમા/ આઈ.ટી.આઈ/ PMKVY શોર્ટ ટર્મ કોર્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા દરેક ઉમેદવારો જોડાઈ શકશે. અને આ માટે ઉમેદવારે ભરતી મેળામાં જરૂરી ડોકયુમેન્ટ સાથે જ રાખવાના છે તેમ  સંસ્થાના આચાર્યએ જણાવાયું છે.






Latest News