મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કાલે અડધો દિવસ બંધમાં જોડાવા લોકોને કરી અપીલ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કાલે અડધો દિવસ બંધમાં જોડાવા લોકોને કરી અપીલ

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તા ૧૦ ના રોજ મોંઘવારીના મુદે અડધો દિવસ બંધનું એલાન કર્યું છે જેથી કરીને મોરબી શહેર અને જિલ્લાના લોકો દ્વારા અડધો દિવસ ગુજરાત બંધમાં સહકાર આપવામાં આવે અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાય તેના માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જંયતીલાલ પટેલે જણાવ્યુ છે કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ભારત અને ગુજરાતમાં ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન છે. અને પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ હાલમાં આસમાને પહોચ્યા છે ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોંઘવારી ચરમ સીમાએ છે. ત્યારે લોકોને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવીને લોકોને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને પ્રજા વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ (આંશિક બંધ)નું એલાન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના વેપારીઓ  સહિતના લોકો જોડાય તેના માટે અપીલ કરાઈ છે






Latest News