મોરબીમાં "રાષ્ટ્રીય ખેલ દિવસ" અંતર્ગત પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે
વાંકાનેરમાં રક્ષાબંધન પૂર્વે બહેનોએ કરી રાખડીની ખરીદી : છેલ્લે દિવસે ઘરાકી દેખાઈ
SHARE









વાંકાનેરમાં રક્ષાબંધન પૂર્વે બહેનોએ કરી રાખડીની ખરીદી : છેલ્લે દિવસે ઘરાકી દેખાઈ
આવતીકાલે રવિવારે ભાઈ બહેનનું પવિત્ર બંધન રક્ષાબંધન પર્વ હોય વાંકાનેરમાં છેલ્લે દિવસે રાખડીની ખરીદી જોવા મળી હતી અને વેપારીઓએ પણ ઘરાકી નીકળતા થોડી રાહત અનુભવી હતી.
ભાઈની રક્ષા માટે બહેન તેના કાંડા પર રક્ષા બાંધે છે અને આવું પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન પર્વની ઉજવણી આવતીકાલે રવિવારે સમગ્ર દેશ ભરમાં કરવામાં આવશે ત્યારે બહાર ગામ અને વિદેશમાં વસતા પોતાના ભાઈ માટે બહેનોએ અગાઉથી જ રાખડીની ખરીદી કરી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સાથે રહેતા પોતાના "વીરા" માટે બહેનોએ છેલ્લી ઘડીએ રાખડીની ખરીદી કરી હતી, વાંકાનેર તાલુકામાં 101 જેટલા ગામડા વસતા હોય મોટા ભાગના ધંધાર્થીઓ ગ્રામીણ ઘરાકી પર નિર્ભર છે, ત્યારે કોરોના મહામારીએ છેલ્લા બે વર્ષથી મોટા ભાગના ધંધાર્થીઓને નુકશાન પહોંચાડયું છે ત્યારે રાખડીની પણ છેલ્લે દિવસે ઘરાકી દેખાતા વેપારીઓને થોડી રાહત થવા પામી હતી, મોટા ભાગના રાખડીનાં વેપારીઓએ પણ છેલ્લે દિવસે માલ ખાલી કરવા રાહત ભાવે રાખડીનું વેચાણ કર્યું હતું, વાંકાનેરમાં છેલ્લે દિવસે રાખડી, મીઠાઈ, ગિફ્ટ ચીજ વસ્તુઓની ઘરાકી જોવા મળી હતી.
