મોરબીમાં "રાષ્ટ્રીય ખેલ દિવસ" અંતર્ગત પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે
SHARE









મોરબીમાં 29 ઓગસ્ટ "રાષ્ટ્રીય ખેલ દિવસ" અંતર્ગત પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર" દ્વારા માન્ય "આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નં.202 મોરબી ખાતે કાર્યરત છે.તા.:-29 ઓગસ્ટ "રાષ્ટ્રીય ખેલ દિવસ" નો ઉદ્દેશ ખેલની ભાવનાને ઉજાગર કરવાનો અને ખેલના ફાયદા વિશે લોકો માં જાગૃતિ લાવવાનો છે. ટૂંકમાં, રાષ્ટ્રીય ખેલ દિવસ એ એક એવો દિવસ છે કે જ્યારે આપણે ખેલ જગત માટે નિષ્ક્રીય એવા ભારતને રમત-ગમત માટે સક્રીય એવુ એક રાષ્ટ્ર બનાવી શકીએ છીએ.રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખાતો નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટના હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે 3-3 વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. આવડી મોટી સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરાયો છે. હિટલર જેવા નેતા પણ ધ્યાનચંદની રમતથી અચંબિત થઇ ગયા હતા. રાષ્ટ્રીય ખેલ દિવસ તા:- 29 ઓગસ્ટ ની રમત ગમત પ્રશ્નોત્તરી સ્પર્ધા કેટેગરી મુજબ આપેલ પ્રશ્નો નાં જવાબ વિડીઓ ફિલ્મ બનાવી સ્પર્ધકો એ નીચે દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી શકો છો. એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202 દિપેનભાઈ ભટ્ટ 97279 86386 આ સ્પર્ધા ની છેલ્લી તા. 29/8/2021 રાત્રે 9=00 સુધી આપનો પ્રશ્નોતરી નો વિડીયો બનાવી મોકલી આપશો
