મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ


SHARE









વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અત્રે ઉલેખનીય છે કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાને પૈસાની લેતીદેતી બાબતે હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી લઈને આવ્યા હતા અને અમિતભાઈને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયાએ ગુપ્તીના ઘા ઝીકયા હતા અને ઇમરાન ફારૂક આરબએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના અમરનાથ સોસાયટીમાં રહેતા ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચા જાતે લોહાણા (૩૩)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં પોલીસહળમાં ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા (૨૫) લક્ષ્મીપરા વાંકાનેર અને ઇમરાન ફારૂકભાઈ આરબ (૨૩) રહે, ખોજાખાના શેરી, વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ સરફરાજ મકવાણાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News