મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ રેલવે ફાટક પાસે ગેરેજે કામ કરતાં યુવાનનું વીજ શોક લાગતાં મોત


SHARE







હળવદના વેગડવાવ રેલવે ફાટક પાસે ગેરેજે કામ કરતાં યુવાનનું વીજ શોક લાગતાં મોત

હળવદના વેગડવાવ રેલવે ફાટક પાસે ગેરેજની દુકાન ધરાવતો યુવાન ત્યાં ડમ્પર ગાડીમાં ઓઇલ ચેક કરતો હતો ત્યારે ડમ્પર નજીકથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયરને તે અડી ગયો હતો જેથી તેને શોક લાગ્યો હતો માટે તે યુવાનને સારવારમા ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના માલણીયા ગામે રહેતા અને હળવદમાં વેગડવાવ રેલવે ફાટક પાસે ગેરેજ ધરાવતા સંજયભાઈ ગોરધનભાઈ મકવાણા જાતે ખવાસ (ઉંમર ૩૫) પોતાના ગેરેજે રીપેરીંગ કામ કરી રહ્યા હતા દરમિયાન ડમ્પર ગાડીનું ઓઇલ ચેક કરતા હતા અને ત્યારે ડમ્પર પરથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયરને અડી જતા સંજયભાઈ મકવાણાને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News