મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં મંદિરની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો


SHARE









વાંકાનેરના માટેલમાં મંદિરની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ દશામાના મંદિરની બાજુમાં લઘુશંકા કરવા માટે ગયેલા યુવાનને અહીં કેમ લઘુશંકા કરવા આવે છે તેવું કહીને બે શખ્સોએ ગાળો આપીને માર માર્યો હતો અને ત્યારે તે બે પૈકીના એક શખ્સે છરી વડે યુવાનને પગ અને ગળાના ભાગે ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લાવ્યા હતા અને બાદમાં યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા લાલજીભાઈ ટીસાભાઇ સરાવાડીયા જાતે કોળી (ઉંમર ૨૩) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ સાદુરભાઈ વિજવાડીયા અને વિપુલ ધીરાભાઈ રહે. બંને માટેલ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માટેલ ગામે આવેલ દશામાના મંદિર પાસે સાઈડમાં તે લઘુશંકા કરવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ તેની પાસે આવીને અહીં કેમ લઘુશંકા કરે છે તેવું કહીને બંને શખ્સોએ તેને ગાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારે વિપુલ ધીરાભાઈએ છરી વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને પગ અને ગળાના ભાગે છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત લાલજીભાઈને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એડી ૩૧૩૧ લઈને ઋત્વિકભાઈ તરશીભાઈ ઘોડાસરા જાતે પટેલ (ઉંમર ૨૨૦ રહે. ખાનપર વાળો પસાર થતો હતો ત્યારે તેને અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઋત્વિકને પગના ઢીંચણના ભાગે તથા ડાબી આંખ અને નાક પાસે ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News