લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !
Breaking news
Morbi Today

મોરબીનાં નાની વાવડી, વનાળિયા, અને માનસર સહિતના ગામોની ખેતીને સતત બરસદથી ભારે નુકશાન


SHARE







મોરબીનાં નાની વાવડી, વનાળિયા, અને માનસર સહિતના ગામોની ખેતીને સતત બરસદથી ભારે નુકશાન

મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતો દ્વારા જુદાજુદા પાક લેવા માટે જે વાવેતર કરવામાં આવ્યું હતું તેના છોડ પાણીના રહેવાના લીધે ખેડૂતોનો ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયો છે જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતોને તેની નુકશાની સામે જરૂરી સર્વે તાત્કાલિક કરીને સહાય આપવામાં આવે તેવી માંગ મોરબી તાલુકાનાં નાની વાવડી, વનાળિયા અને માનસર સહિતના ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કે, સરેરાશ વરસાદ ઘણો પડ્યો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસ, તલ, તુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું જે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જો કે, હજુ સુધી સરકારી અધિકારીઓએ દ્વારા ખેડૂતોને થયેલા નુકશનનો કોઈ પણ પ્રકારનો  સર્વે કરવામાં આવેલ નથી ત્યારે મોરબી તાલુકાની વાત કરીએ તો સંપૂર્ણપણે તમામ પાક નિષ્ફળ ગયા હોય તેવું અત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહયું છે અને ખેતીમા મોટુ નુકશાન થયું છે છતાં પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય મળે તે માટે યોગ્ય વ્યવસ્થા હજુ સુધી સરકાર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ખેડૂતોએ પાક લેવા માટે મેહનત મજૂરી કરીને લાખો રૂપિયાનું આંધણ ખેતીમાં કર્યું હતું પરંતુ હાલમાં કોઈ ઉપજ આવે તેવી શ્ક્યતા દેખાતી નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકશાન સામે યોગ્ય વળતર આપવામાં આવે તેવી મોરબી તાલુકાનાં નાની વાવડીના માજી સરપંચ જયંતિભાઈ પડસુંબિયા, વનાળિયાના માજી સરપંચ જીવરાજભાઈ દેકાવડિયા અને માનસરના ખેડૂત લક્ષ્મણભાઈ ચિખલિયા સહિતના ગામના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News