મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંદકી-અવ્યવસ્થા જોઈને ગુજરાત ક્લિન ઈન્ડિયાના પૂર્વ બ્રાન્ડ એમ્બેસેડર ભાઇશ્રી રમેશભાઈ ઓઝા વ્યથિત


SHARE









મોરબીમાં ગંદકી-અવ્યવસ્થા જોઈને ગુજરાત ક્લિન ઈન્ડિયાના પૂર્વ બ્રાન્ડ એમ્બેસેડર ભાઇશ્રી રમેશભાઈ ઓઝા વ્યથિત

મોરબીમાં શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે અને ત્રીજા દિવસે કથામાં ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી સહિતના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં શ્રોતાઓ હાજર હતા ત્યારે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠે લોકોને ભગવાની લીલા વિષેની વાતો સાથે કથાનું તેની આગવી શૈલીમાં રસપાન કરાવ્યુ હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભાઇશ્રી મોરબીમાં હોય શહેરમાં ગંદકી અને વ્યવસ્થા જોઈને તેઓ વ્યથિત થયા હતા અને મોરબીને નિટ એન્ડ ક્લિન કરવા માટે પાલિકના મહિલા પ્રમુખ સહિતની ટીમ કામે લાગી જાય તેવું આહ્વાન કર્યું હતું અને આગામી દિવસોમાં તેઓ ફરી પાછા મોરબી આવશે તેવી પણ માર્મિક ટકોર કરી હતી

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા શશ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, શિવલાલભાઈ વેકરીયા, મહેશભાઇ જીવાણી, હનુભા જાડેજા, નૌકાબેન પ્રજાપતિ, વિનોદ પટેલ, ડો. વિજયભાઈ દેસાણી સહિતના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં શ્રોતાઓ હાજર હતા

ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવત સપ્તાહમાં ભગવાનની લીલાઓ વિષેની વાત કરી હતી અને કહ્યું હતું કે સારા પુસ્તકો વાંચવા જોઈએ કેમ કે, આજકાલ સોશ્યલ મીડિયામાં જે સૌથી વધુ ઓનલાઈન હોય છે તે વાસ્તવિક જીવનમાં ઓફલાઇન થઈ ગયા છે જેથી કરીને બાળકોને પુસ્તકો વાંચવા તરફનું આકર્ષણ વધે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે અને છેલ્લા બે દિવસથી તે મોરબીમાં છે અને અહીના રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓએ મોરબી પાલિકાને પણ આડે હાથે લીધી હતી

રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશને ક્લિન ઇન્ડિયાનો સંદેશ આપી રહ્યા છે અને ગુજરાતમાં ક્લિન ઇન્ડિયાના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર હતા ત્યારે તેઓએ ભૂતકાળમાં સ્વછતા માટે હાથમાં સાવરણા લીધે છે અને તેની સંસ્થાના બાળકોએ પણ પોરબંદરની ચોપાટીને સાફ કરવા માટે તાજેતરમાં જ સાવરણા હાથમાં લીધા હતા ત્યારે મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને પાલિકાના મહિલા પ્રમુખ પણ કથામાં આવ્યા હોય તેઓને તેની ટિમ સાથે મોરબીને નિટ એન્ડ ક્લિન કરવા માટેની ટકોર કરી હતી અને આગામી દિવસોમાં તે પાછા મોરબીમાં સફાઈ વ્યવસ્થા જોવા માટે આવશે તેવું પણ કહ્યું હતું ગાય માતા અને ગૌવંશને રસ્તા ઉપર રઝડતા છોડી દેનારા પશુ પલકો અને માલધારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે ગામના જોખમે અને ખર્ચે તેઓએ દૂધ પીવાનું વાંધ કરવું જોઈએ અને ગાયની સેવા કર્યા વગર તેનું દૂધ પીશે તો તે પચશે નહીં અને પશુડા પાસેથી વધુ દૂધ મેળવવા માટે જે ઈંજેકશન મારે છે તેને તો ક્રુષ્ણ કાનુડો પણ માફ કરશે નહીં તેવી લાગણી વ્યકત કરી હતી

અંતમાં રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, “અમારા કાનાએ કાનાની કથા બેસાડી છે જેનો લાભ સહુ કોઈ લઈ રહ્યા છે” હાલમાં કોરોનાના દિવંગતોની યાદમાં કથા બેસાડવામાં આવી છે ત્યારે કોરોના દરમ્યાન ઘણું વધુ કોરોનાએ શીખવ્યું હતું તેને ભૂલી જવાના બદલે જો વ્યવહારિક જીવનમાં તેને ઉતારવામાં આવે તો તેનો ખુબ જ ફાયદો થાય તેમ છે ત્યાર બાદ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઇ વસજાળિયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેને બિરદવેલ છે




Latest News