મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું
Breaking news
Morbi Today

કમો ભગવાનનું ઘરેણું છે તેને ધુણાવાય નહીં નચાવાઈ નહીં, આજકાલના કલાકારો કમો લાવ્યા, હું 20 વર્ષ પહેલા નમો લાવ્યો હતોઃ યોગેશદાન ગઢવી


SHARE







કમો ભગવાનનું ઘરેણું છે તેને ધુણાવાય નહીં નચાવાઈ નહીં, આજકાલના કલાકારો કમો લાવ્યા, હું 20 વર્ષ પહેલા નમો લાવ્યો હતોઃ યોગેશદાન ગઢવી

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ચાલતી રમેશભાઈ ઓઝાની કથા દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગદાન ગઢવી, માયાભાઈ આહીર સહિતના કલાકારો દ્વારા જમાવટ કરવામાં આવી હતી અને લોક ડાયરાની મોજ સાથે યોગેશદાન ગઢવી દ્વારા કમાનો ઉપયોગ કરનારા કલાકારો તેમજ સનાતન હિન્દુ ધર્મ વિશે બોલનારાઓને હાથે લેવામાં આવ્યા હતા અને તેણે કહ્યું હતું કે કમો ભગવાનનું ઘરેણું કહેવાય તેને ધુણાવાય નહીં તેને નચાવાય નહીં અને આજકાલના કલાકારો કમો લઈને આવ્યા છે જો કે, હું તો આજથી 20 વર્ષ પહેલાં નમો લઈને આવ્યો હતો. જેનું આ ગુજરાત સાક્ષી છે અને દુનિયામાં સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મ છે અને મહાદેવથી મોટો કોઈ દેવ નથી

મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેઓના પરિવાર દ્વારા કોરોના દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત આચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે કથા મંડપમાં લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર યોગેશભાઈ ગઢવી, માયાભાઈ આહીર સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ પોતાની આગની શૈલીમાં લોક ડાયરાની મોજ માણવા માટે આવેલા લોકોને મોજ કરાવી દીધી હતી દરમિયાન યોગેશદાન ગઢવીએ છેલ્લા થોડા સમયથી કમાનો ઉપયોગ કરનારા કલાકારો તેમજ સનાતન ધર્મ વિશે બોલનારાઓને આડે હાથે લેવામાં આવ્યા હતા

મોરબીમાં યોજાયેલા લોક ડાયરાના મંચ ઉપરથી યોગેશદાન ગઢવીએ કહ્યું હતું કે આજકાલના કલાકારો કમો લાવ્યા છે અને હું આજથી 20 વર્ષ પહેલા નમો લાવ્યો હતો જેનું આ ગુજરાત અને કાંતિભાઇ અમૃતિયા સાક્ષી છે અને કમોએ ભગવાનનું ઘરેણું કહેવાય તેને ધુણાવાય નહીં તેને નચાવાય નહીં અને દિવ્યાંગ કમાનો ઉપયોગ કરાય નહીં તેવી લાગણી તેણે વ્યક્ત કરી હતી તેની સાથો સાથ સનાતન હિન્દુ ધર્મ વિશે પણ કેટલાક લોકો બોલતા હોય છે ત્યારે તેને પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે દુનિયાનો સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મ છે અને મહાદેવથી મોટા કોઈ દેવ નથી તેમજ ઉમિયા માતાજીથી કોઈ મોટું નથી તેવી લાગણી યોગેશદાન ગઢવીએ મોરબીમાં યોજાયેલ લોક ડાયરાના મંચ ઉપરથી વ્યક્ત કરી હતી






Latest News