મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજના ૧૫૦ વિદ્યાર્થીઓને મંત્રી સહીતના હસ્તે સન્માનીત કરાયા


SHARE







મોરબી દશનામ ગોસ્વામી સમાજના ૧૫૦ વિદ્યાર્થીઓને મંત્રી સહીતના હસ્તે સન્માનીત કરાયા

મોરબી ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રામધન આશ્રમ ઼ના મહંત ભાવેશ્વરીબેન સહિત મહાનુભાવોના હસ્તે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા.

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો ૨૫ મો વિદ્યાર્થી સન્માન સમારોહ મોરબી ગોસ્વામી સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે.જી.થી કોલેજ સુધીના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના સન્માન રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને ગોસ્વામી સમાજના આગેવાનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયા હતા.સન્માન સમારોહનો પ્રારંભે તાજેતરમાં કૈલાસવાસ થયેલ ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ સ્વ.મહેન્દ્રગીરી ગોસ્વામી (ભાવનગર) તેમજ જંત્રાખડી ગામે સગીર બાળા તેમજ અન્ય મોરબીમાં તાજેતરમાં થયેલ કારોબારી સભ્યો રાજુભાઇ અને ગીરધરભારથી સહિત સમાજના અન્ય કૈલાસવાસીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી.આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને ગોસ્વામી સમાજને આશીર્વચન પાઠવયા હતા. ગોસ્વામી સમાજ શિવપંથી સંતો મહંતોનો પૂજનીય આદરણીય સમાજ છે. સમાજમાં બાળકોને વધુને વધુ ભણાવી શિક્ષણ અપાવવા ઉપર ભાર મૂક્યો હતો.રાજ્યના પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજની સરળતા, સજનતા, સહદયતા મને બહુ ગમે છે.હું મારું સૌભાગ્ય માનું છું કે મને અહીં આવવાની તક મળી યુવાનો વ્યસન છોડે બહેનો ફેશન છોડે એટલે સમાજની પ્રગતિને સિદ્ધિ વધુ થશે તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી સમાજમાં ગોસ્વામી સમાજનો બાળક કલેક્ટર કે મોટા પોલીસ અધિકારી, ડોક્ટર કે એન્જિનિયરના પદ શોભાવે અને સમાજનું ગૌરવ વધારે. ગોસ્વામી સમાજના વિવિધ પ્રશ્નો કે કોઈપણ પ્રકારની મારી જરૂરિયાત પડે ત્યારે હું ગોસ્વામી સમાજની સાથે રહીશની ખાતરી આપી હતી.દરેક તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગોસ્વામી સમાજના ઉપસ્થિત આગેવાનોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ સહિત સુવિધા વધારવાનું જણાવ્યું હતું.સમાજના વધુને વધુ વિકાસના કાર્ય કરવા સમાજના લોકોએ બનતો આર્થિક સહયોગ આપવા ભાર મૂક્યો હતો.આ પ્રસંગે જયેશગીરી (એજ્યુકેટીવ એન્જિનિયર પીજીવીસીએલ), રામગીરીભાઈ (રાજકોટ), વિમલેશગીરી(એસબીઆઈ), સુકેતુગીરી(સીએ), ડો.જયદીપ ગોસ્વામી, એડવોકેટ કમલેશગીરી, પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, સુખરામ બાપુ (ત્રીપાંખ સાધુ સમાજ), મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજશગીરી સહિતનાઓના સન્માન કરાયા હતા.આ સમારોહને સફળ બનાવવા ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી, મંત્રી જેઠાગીરી સહિત ખજાનચી પ્રવીણગીરી, નથુગીરી, દિલીપગીરી, કૈલાશગિરી (જીઈબી) મહિપતપુરી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી






Latest News