મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.) ના જસાપર ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવા બાબતે છોરીયા વડે હુમલો


SHARE







મોરબી : માળીયા(મિં.) ના જસાપર ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવા બાબતે છોરીયા વડે હુમલો

મોરબી જિલ્લામાં મારામારીના બનાવો અનહદ રીતે વધી ગયા હોય તે રીતે છાશવારે મારામારીના બનાવો બની રહ્યા છે.જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘરની પાસે ટ્રેક્ટર પાર્ક કરેલું હોય તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે વાતનું મનદુઃખ અને રોષ રાખીને ગાળો આપ્યા બાદ જમીન ખોદવાના છોરીયા વડે ઘા મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઢિકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ઇજાગ્રસ્ત થયેલા સુરેશભાઈ હરિભાઈ ડાંગર જાતે આહીર (ઉમર ૬૦) રહે.જસાપર તા.માળીયા મીયાણા વાળાને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ સુરેશભાઈ આહીર દ્વારા જસાપર ગામના જ મનવીર સવાભાઈ કાનગડ અને સવાભાઈ ભુરાભાઈ કાનગડ વિરુદ્ધ માળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં આર.એમ.ગરચર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બાળકનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના ખોડીયારપરા વિસ્તારમાં રહેતો રોહિત સુખાભાઈ પાટડીયા જાતે કોળી નામનો ૧૩ વર્ષનો બાળક સુરજબારી પાસે આવેલ આઝાદ સોલ્ટ નજીક હતો ત્યાં અકસ્માતે વરસાદી વીજળી ત્રાટકતા અને તેના ઉપર પડતા રોહિત કોળી નામના ૧૩ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું અને તેની સાથે રહેલા રમેશભાઈ મહાદેવભાઈ પરસોંડા (૨૫) રહે.લખધીરપુર રોડને ઇજાઓ પહોંચતા તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

લાતી પ્લોટ પાસે પૈસાની લેતીદેતીમાં મારામારી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પૈસાની લેતીદેતીના બનાવમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સબીર કાસમ કાસમાણી મેમણ રહે.લાતી પ્લોટ જોન્સનગર, અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોળ મિંયાણા રહે.જોન્સનગર અને સાજીદ મહેબૂબ સુમરા સંધિ (૧૯) રહે.લાતી પ્લોટને ઇજાઓ પહોંચતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૈસાની દેતીદેતીમાં અલ્તાફને સાજીદ દ્વારા માર મારવામાં આવતો હોય વચ્ચે પડતા સબીર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હાલ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News