મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ


SHARE





માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ

માળીયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિને ગામના જ આ એક શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શખ્સની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૫૦)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના દાદાએ મોટાભેલા ગામના સ્મશાનમાં શંકર ભગવાનની મૂર્તિને મુકાવી હતી અને તે મૂર્તિને આરોપી ભરતભાઈ સોમાણી દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદી હસમુખભાઈ તથા ગ્રામજનોની લાગણી દુબઈ હોય તેઓએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ સોમાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ નં. ૨૯૫ મુજબ ગુનો નોંધીને આરોપી ભરતભાઈ જીવણભાઈ સોમાણી ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. #morbitoday




Latest News