મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને મહિલાની સાથે પતિની જેમ રહેતા શખ્સ દ્વારા મહિલાને માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને તેની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 

 

મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ તેના માસીની દીકરી બહેનોની સાથે મોરબીના રંગપર ગામ પાસે આવેલ મારબીજ કંપનીના લેબર કવાટરમાં રહેતા રેખાબેન ઉર્ફે રિયા (20) નામની મહિલાની તેની સાથે પતિની જેમ રહેતા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને શિવકુમાર પ્રેમલાલ મરાવી (38) એ મહિલાની હત્યા કરનારા મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રેખાબેનની સાથે આરોપી મહેન્દ્રસિંહ મરકામ પતિની જેમ સાથે રહેતો હતો અને બંને વચ્ચે કવાટરમાં ગત તા. 25/6 ના રોજ ઝઘડો થયો હતો. અને મૃતક મહિલા રેખાબેન આરોપીની સાથે કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે વાતચીત કરતાં હોય તે બંને વચ્ચે લફરૂ ચાલુ છે તેવી શંકા રાખીને મહેન્દ્રસિંહે આવેશમાં આવીને રેખાબેને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી હાલ રહે મારબીજ કંપનીના લેબર કવાટરમાં રંગપર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News