મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ


SHARE









મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આંબેડકર ઉપનગર-મોરબી) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે ઉજવાઇ છે દરમ્યાન ગઇકાલે તા.૨૮ જૂનના રોજ રાત્રે નવ વાગ્યે બાઇક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાનજી મંદિર પાસેથી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા તેના તમામ આયામોના કાર્યકર્તાઓ જોડાયા હતા. હિન્દુ સામ્રાજ્ય દિવસ હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે. અને છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ગૌરવશાળી સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી મોરબીમાં બાઇક મશાલ રેલી યોજાઇ હતી આ રેલીને સફળ બનાવ માટે અને હિન્દુ એકતાનો સંદેશ પ્રસરાવા માટે હિન્દુ સંગઠનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News