લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સખી મંડળોને ૪.૦૨ કરોડની સહાય અર્પણ


SHARE











મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સખી મંડળોને ૪.૦૨ કરોડની સહાય અર્પણ

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મોરબી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને વિવિઘ સહાય વિતરણનો કાર્યક્રમ શિવ હોલ - મોરબી ખાતે યોજાયો હતો. જે અંતર્ગત ૨૮૦ સખી મંડળોને ૩૬૬.૧૦ લાખની સી.સી.લોન મંજૂર કરવામાં આવી હતી. ૪૧ સખી મંડળોને ૧૨ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૪૦ સખી મંડળોને સી.આઈ.એફ તરીકે  ૨૩.૯૦ લાખ રૂપિયાના ચેક એમ કુલ ૩૬૧ સખી મંડળોને કુલ રૂપિયા ૪.૦૨ કરોડની સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નારી શક્તિના ચરણોમાં વંદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આજે મોરબી જિલ્લાની અનેક બહેનોને વિવિધ લાભ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે હજી પણ તેમના કર કમલોથી રાષ્ટ્ર કલ્યાણના અનેક કાર્યો થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં તેમની વડનગર થી વોશિંગસ્ટન સુધીની સફળ યાત્રાને પણ આ તબક્કે તેમણે વધાવી લીધી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાઈ જણાવ્યું હતું કે સરકારે પ્રજાની હંમેશા ચિંતા કરી છે. બહેનોના વિકાસ માટે તથા રોજગારી માટે સ્વ સહાય જૂથો દ્વારા બહેનો પગભર બને તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ વણથંભી વિકસયાત્રામાં સૌને સહકાર આપવા પણ આ તકે તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે જૂથોને વિવિધ પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને પણ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વધુમાં આઇ.ટી.આઇ મોરબી ખાતે વર્ષ- ૨૦૨૨ માં પાસ થયેલા પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પની પણ મંત્રીએ મુલાકાત લઇ જનરલ ચેકઅપ કરાવ્યું હતું. આ તકે કલેક્ટર, ડીડીઓ, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસડિયા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા






Latest News