મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ભારતને મજબુત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિનોદભાઇ ચાવડા દ્વારા સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ


SHARE









ભારતને મજબુત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિનોદભાઇ ચાવડા દ્વારા સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ

જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા તથા તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ સંયુક્ત ઉપક્રમે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ હતી

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારતને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ– ભુજ દ્વારા વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ, ભુજની શાન ભુજીયાની તળેટી માં સ્મૃતિવન માં ૭૨૦૦ વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન કારા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર, તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાવેલ હતી અને કેક કાપી મોદીજીના સ્વાસ્થય અને દીર્ઘાયુ માટે શુભ કામના પાઠવી હતી. ત્યારે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઇ જણસારીનો પણ જન્મદિવસ હોય તેને શુભેચ્છા પાઠવી હતી.




Latest News